About Temple

Itihas

મેવાડ ની ધરતી પર થી ગુજરાન સૌરાષ્ટ્ર ની ધરતી પર આજ થી ૮૦૦ વર્ષ પૂર્વે એભલવાળા રાજા ના રાજ્ય માં તળાજા પંથક માં ધરતી માતા ની સેવા કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવા એભલ રાજા એ હામાભાઈ અને ખેતાભાઈ ને એમના રાજ્ય માં ટીમાણા ગામ વિસ્તાર માં જમીન આપી, ને તેમણે પોતાનું ગુજરાન ચાલુ કર્યું ત્યાર બાદ ધરતી માતા ની કૃપા થાય અને ખેતી કામ કરતા લક્ષ્મીજી ની કૃપા થઈ અને હૂંડી મળી અને પોતાની ખુમારી અને દાતારી આ પરિવાર માં વેરેલી હતી, જે મળેલી લક્ષ્મી એભલરાજા ને અર્પણ કરી અને રાજા એ બંને ભાઈઓ ની નિષ્ઠા અને નીતિ જોઈ ને, આ મૂડી સારા કાર્ય માં વાપરવા જણાવી અને ટીમાણા ની ધરતી પર એ સમય માં જગન કાર્યો કર્યાં, એ ત્યાર આખા ભાવનગર રાજ્ય માં કહેવાયું કે આવા કાર્યો તો કૃષ્ણ અવતાર માં પાંડવો એ કર્યાં હતા.

ત્યાર થી હામાં-ખેતા તરીકે ઓળખ કહેવાય અને આપણી પાંખી પાંડવ ના નામ થી જાણીતી થઈ, પછી ત્યાં જગ્યા માં એક વાવ પાણી માટે ગાળવા માં આવી અને એ વાવ માં કુળદેવી માં મહાકાળી ને ખોડિયાર માં પ્રસ્સન થયા, એ આજે પણ વર્ષો જુના માતાજી ના ખોળા ના દર્શન કરીએ છીએ, આજ થી લગભગ ૫૦ વર્ષ પૂર્વે પરિવાર ના વડીલ એવા માધુભાઈ ધરમશીભાઈ પાંડવ ટીમાણા મુકામે જય પ્રત્યક્ષ પરિવાર નો ઇતિહાસ જાણી ને પછી પરિવાર ને જાગૃત કર્યાં જે આજ થી ૨૦ વર્ષ પૂર્વે વડીલ શ્રી વાઘજી દાદા અને આપડા પરિવાર ના વડીલો નાગજીભાઈ, નંદલાલભાઈ, લાભુભાઈ, વનમાળીભાઈ એ વાઘજીદાદા ના અધ્યક્ષ સાથે એક મિટિંગ બોલાવી અને ટીમના મંદિર નું કર્યાં શરુ કરી, ઈ.સ ૧૯૯૭ ને કારતક સુદ ૯ ના દિવસે મંદિર ની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા માં આવ્યો, ત્યારે સમગ્ર ભાવનગર જિલ્લા માં ફરીવાર ડંકો વાગ્યો કે પાંડવ પરિવાર એ ફરી જગન આદર્યો, જ્યાં હાલ આજે પ્રસાદી ની વાવ પણ આપણે દર્શન કરી રહ્યા છીએ, અને હાલ મંદિરે દર વર્ષે આસો મહિના અને ચૈત્ર મહિના નવરાત્રી નો આઠમ ના હવન નું આયોજન કરવા માં આવે છે, તથા ૨૦૦૫ ની સાલ માં ટીમનાધામ ની ૪ વીઘા જમીન લઇ ને નિર્માણ ની શરૂવાત કરી, હાલ માં પુંજારી તરીકે જીવાભાઈ હરિભાઈ પાંડવ(છાપરી) સેવા આપી રહેલ છે. અને આવતા ભવિષ્ય માં તળાજા વિસ્તાર નું ભવ્યતિભવ્ય ટીમાણાધામ નિર્માણ થવા જય રહ્યું છે.

આ લેખ પ્રાથમિક ધોરણે તૈયાર કરવા માં આવેલો છે, તેથી કોઈ પણ સૂચન આપવા માંગતા હોય તો ૧ તારીખ પછી પાંડવ યુવક મંડળ નો સંપર્ક કરવો, તમામ ના સૂચન આવકારવા માં આવશે